GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: સ્વિપ અંતર્ગત જસદણમાં મતદારોએ હાથમાં ઈલેકશન કમીશન ઓફ ઈન્ડીયાનું ટેટુ લગાવી મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા

તા.૨૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.


ત્યારે ૭૨ – જસદણ વિધાનસભા વિસ્તારના ખારચિયા જામ ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મહિલા મતદારોનું મતદાન વધારવા માટે એક પપેટ-શોનું આયોજન કરવામાં આવેલ હતું. આંગણવાડી કર્મચારીઓ દ્વારા સૌ મતદારોએ હાથમાં ઈલેકશન કમીશન ઓફ ઈન્ડીયાનું ટેટુ લગાવી મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. હાજર મતદારો દ્વારા આગામી ૦૭ મે ૨૦૨૪ ના રોજ અચૂક મતદાન કરવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]








