
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતે મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે રામ લક્ષમણ આગમન યાત્રા અને રામ-શબરી મિલન કાર્યક્રમ યોજાયો….
રાજયનાં છેવાડે આવેલ દંડકારણ્ય ડાંગ જિલ્લાનો ઇતિહાસ રામાયણકાળ અને મહાભારત સાથે જોડાયેલો હોવાની લોકવાયકા સાંભળવા મળી છે.ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ સુબિરનું શબરીધામ રામાયણકાળ સાથે જોડાયેલ સ્થળ હોવાનાં પુરાવાઓ બતાવે છે.ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતે ભગવાન રામે પાવન પગલા પાડી ભીલડી માતા શબરીને દર્શન આપ્યા હતા.અહી ભગવાન રામે ભીલડી માતા શબરીનાં ચાખેલા એઠા બોર આરોગી ઉચ્ચ નિચ્ચનો ભેદભાવ દૂર કર્યો હતો.સુપ્રસિદ્ધ શબરીધામ સુબિર અને પવિત્ર પંપા સરોવર ખાતે ભગવાન રામ અને શબરીનાં મિલનને લઈને દર વર્ષે રામ ભક્તો દ્વારા મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે રામ લક્ષમણ યાત્રા અને રામ શબરી મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે.ચાલુ વર્ષે પણ મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે શબરીધામનાં ટ્રસ્ટી પ.પૂ.અસીમાનંદજીનાં સાનિધ્યમાં રામ લક્ષમણ યાત્રા અને રામ શબરી મિલન કાર્યક્રમ યોજાયો હતો.આ આગમન યાત્રાની શરૂઆત પવિત્ર એવા પંપા સરોવર ખાતેથી શાહી સ્નાન કરીને કરાઈ હતી.આ યાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા.આ યાત્રામાં રામ ભક્તો જોડે રામ લક્ષમણનાં પહેરવેશમાં રામ લક્ષમણની જોડી શબરીધામ સુબિર ખાતે પોહચે છે.અને અહી શબરીધામમાં રામ લક્ષમણ ભીલડી માતા શબરીમાતાને દર્શન આપે છે.ડાંગ જિલ્લાનાં સુપ્રસિદ્ધ શબરીધામ ખાતે યોજાયેલ રામ લક્ષમણ આગમન યાત્રા અને રામ-શબરીમીલન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાનાં ઉપ દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઈ પવાર ,પ.પૂ.સ્વામી અસીમાનંદજી,સહિત શબરી સેવા સમિતિનાં ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં રામભક્તોએ ઉપસ્થિત રહી પ્રસાદી સહીત દર્શનની ધન્યતા અનુભવી હતી…





