
વિજાપુર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લવ જેહાદને મામલે મામલતદારને આવેદનપત્ર સુપ્રદ કર્યું

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિશ્વ હિન્દુ પરિષદ અને સથવારા સમાજ દ્વારા લવ જેહાદના મામલે મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપ દીકરીને પરિવાર જનોને લાવી આપે તેવી માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ આ અંગેની મળતી માહીતી મુજબ શહેરમાં અને તાલુકા માંથી વિધર્મી શખ્સ દ્વારા ફોસલાવી બ્રેઇનવોશ કરી આયોજન પૂર્વક ભગાડી જવાની ઘટના દિન પ્રતિદિન પુનરાવર્તન થાય નહીં મહિલા વિરોધી શોષણ અસામાજીક પ્રવૃત્તિઓ સખ્ત રીતે ડામી વહીવટી તંત્ર પોલીસ પ્રશાસન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તા.૨૦/૩/૨૦૨૪ ના રોજ હિન્દૂ દીકરી ગુમ થયેલ છે. જે અંગેની જાણવા જોગ પોલીસ મથકે અરજી કરેલ છે. આ ઘટના સંદર્ભે દિવસ બે માં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ હજુસુધી દીકરી ગુમ થયા ની એફઆઈઆર દાખલ થયેલ નથી. તેમજ અતિ સંવેદનશીલ બાબત લગત કોઈ કાર્યવાહી થઈ નથી. જોકે આવી ઘટનાઓ થી વૈમનસ્ય ઉદભવે તે પહેલાં પોલીસ ઘટતું કરી તાત્કાલીક ધોરણે દીકરી ની શોધખોળ કરી પરિવાર ને દીકરી શોપવા માં આવે દીકરી સાથે કોઈ અઘટિત ઘટના બનશે તેનો જવાબદાર વહીવટી તંત્ર ની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.





