
વિજાપુર તાલુકામાં કમોસમી વરસાદ ના માવઠા થી ઠંડીનો ચમકારો
જીરું ધાણા જેવા પાકો ને નુકશાન ની ભીતિ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે સર્જાયેલ વાતાવરણ ના કારણે વિજાપુર તાલુકામાં વહેલી સવારે થી વાદળો થી છવાયા બાદ ગડગડાટ સાથે ધીમીધારે વરસાદ પડતા સમગ્ર વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી વરસાદ ને કારણે લારી ની ફેરી કરતા લોકો ને ઘરે પરત ફરવા નો વારો આવ્યો હતો તો જે ખેડૂતો એ જીરું તેમજ ધાણા ચણા જેવા પાકોનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂતો માં આવા વાતાવરણ ના કારણે ચિંતાઓ ઉભી થવા પામી હતી માર્કેટયાર્ડ ના વેપારીઓ એ બહાર રાખેલા અનાજ ને સલામત જગ્યાએ મુકવા માટે તજવીજ હાથ ધરી હતી આ અંગે એક ખેડૂત પુત્ર ના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે સર્જાયેલ વરસાદી વાતાવરણ ના કારણે ઘણા તેમજ જીરું ચણા જેવા પાકોનું વાવેતર કરનાર લોકોને પાકનું નુકશાન થઈ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરી હતી જોકે સવારે ધીમીધારે પડેલા વરસાદ ના કારણે સમગ્ર તાલુકો ઠંડુગાર બન્યો હતો





