વિજાપુર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કર્મચારી મંડળના પડતર પ્રશ્નો નો નિરાકરણ લાવવા આવેદનપત્ર સુપ્રદ કર્યું
તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપુત ને આવેદનપત્ર સુપ્રદ કરાયુ

વિજાપુર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કર્મચારી મંડળના પડતર પ્રશ્નો નો નિરાકરણ લાવવા આવેદનપત્ર સુપ્રદ કર્યું
કર્મચારી મંડળ ના પ્રશ્નો હકારાત્મક નિર્ણય લાવવા ની કરાઈ માંગ
તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપુત ને આવેદનપત્ર સુપ્રદ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તલાટી કમ મંત્રી મંડળ ના કર્મચારીઓ એ પડતર પ્રશ્નો નો હકારાત્મક સત્વરે નિર્ણય લાવવા બાબતે તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ તાલુકા વિકાસ અધિકારી એ આવેદનપત્ર સ્વીકારી તમારી રજૂઆત અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવશે તેઓ દિલાસો આપ્યો આ અંગેની મળતી માહીતી મુજબ રાજ્યના તમામ કર્મચારીઓ ને જૂની પેન્શન યોજના માં સમાવેશ કરવો તેમજ રાજ્યમાં ફિક્સ પગારની યોજના મૂળ અસર થી દુર કરી પુરા પગાર થી ભરતી કરવા અંગેની તમામ પડતર પ્રશ્નનો ના સંદર્ભે થયેલ રજૂઆતો ને પગલે અંતે પાંચ મંત્રીઓ સાથે તા ૧૬/૦૯/૨૦૨૨ ના રોજ થયેલ બેઠકમાં કેટલાક પ્રશ્નો નો ઉકેલ લાવવામાં આવ્યો હતો જેમાં કેટલાક પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી જે પ્રશ્નનો હકારાત્મક ઉકેલ લાવવા માટે રાજ્ય કર્મચારી મંડળ દ્વારા તા ૦૫/૦૨/૨૦૨૪ ના પત્રથી આંદોલન માટે પત્ર જાહેર કરવામાં આવ્યો છે જે અનુસંધાન માં પડતર પ્રશ્નો જેમાં જૂની પેન્શન યોજના સમાવેશ કરવો તેમજ ફિક્સ પગાર યોજના (જ્ઞાન સહાયક કરાર આધારિત ) મૂળ અસર થી દુર કરવી કેન્દ્ર ના ધોરણે સાતમા પગાર પંચ ના બાકી ભથ્થા તેમજ મોંઘવારી ભથ્થું સહિત ની માંગો નું સત્વરે હકારાત્મક નિર્ણય લાવવા માં આવે તેવી માંગણીઓ સાથે તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુત ને તલાટી મંડળ દ્વારા તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી આવેદનપત્ર સુપ્રદ કર્યું હતું





