
વિજાપુર રણાસણ ગામે કપીરાજનો આંતક કપીરાજે વન વિભાગ ને આપી થાપ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ ગામે કપીરાજના ટોળા માંથી એક કપીરાજ ને હડકવા ઉપડતા ગ્રામજનો ને પરેશાન કરી મૂક્યા છે કપીરાજે અગિયાર જણા ને ઘાયલ કરતા ગ્રામજનોએ વન વિભાગ ને જાણ કરવામાં આવતા વન વિભાગે કપીરાજ ને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ કપીરાજ ના ટોળા માં કયા કપીરાજે હડકવા નો ભોગ બનેલા તે જાણવા માટે વન વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ હજુ કપીરાજ નહિ પકડાતા લોકો માં હજુ ભયનો માહોલ જોવા મળ્યો હતો અગિયાર લોકોને ઘાયલ કર્યા બાદ છેલ્લા બે દિવસ માં કપીરાજે કોઈને હેરાન કર્યા નથી તેમ ગ્રામજનો તેમજ પૂર્વ સરપંચ દિપક ભાઈ પટેલે જણાવ્યું હતું જ્યારે વન વિભાગ માં સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કપીરાજ ને ઝડપી પાડવા માટે અને ગ્રામજનો ની રજુઆત ને લઈને પાંજરો મૂકીને ઝડપી પાડવા ની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ કપીરાજ હજુ સુધી નહીં પકડાતા ગ્રામજનો અને વન વિભાગ માટે કપીરાજ માથાના દુખાવા સમાન બન્યા છે જો સત્વરે વન વિભાગ આ બાબતે કાર્યવાહી નહિ કરે તો હજુ કપીરાજ કેટલાને ઘાયલ કરશે તે નક્કી નથી





