MEHSANAVIJAPUR

વિજાપુર આરોગ્ય વિભાગે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરી

વિજાપુર આરોગ્ય વિભાગે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરી
બસ ડેપો ના ડ્રાયવર કન્ડક્ટરો ને માર્ગદર્શન આપ્યુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિશ્વ તમાકુ નિષેધ દિન 31 મે 2023…જિલ્લા ટોબેકો સેલ મહેસાણા ના માર્ગદર્શન હેઠળ વિજાપુર એસ ટી ડેપો ના વર્કશોપ ના કર્મચારી તેમજ ડ્રાઈવર અને કંડકટર ભાઈ ઓ સાથે વિશ્વ તમાકુ નિષેધ દિન 31મે 2023અંતર્ગત વર્કશોપ ડો વિજય જે પટેલ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ડેપો મેનેજર વી સી ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં તાલુકા હેલ્થ વિભાગના સુપરવાઇઝર મુકેશ ભાઈ ચૌહાણ તમાકુ વ્યસન ના કારણે થતી બીમારી તેમજ આંકડાકીય માહિતી આપી હતી We need food ..not tobacco…. આપણે ખોરાક ની જરૂર છે નહિ કે તમાકુ….દર વર્ષે 13,50,000 એટલે કે દરરોજ 3700 ભારતીયો તમાકુ ના વ્યસન ને લીધે જીવ ગુમાવે છે દરરોજ 5500 યુવાનો તમાકુ ની ઝપેટ માં આવે છે 10 માંથી 3 બાળકો ધર અથવા જાહેર સ્થળો પરોક્ષ ધૂમ્રપાન નો શિકાર બને છે શૈક્ષનીક સંકુલ વિસ્તાર માં 100 મીટર વિસ્તાર માં તમાકુ કે તમાકુ ની બનાવટો નું સેવન કરવું કે વેચાણ કરવું ગુન્હો છે તમાકુ નું સેવન કરતા દેશ માં વિશ્વ માં ભારત બીજા નંબરે છે 18 વર્ષ થી નાની ઉંમર ના બાળકો ને તમાકુ કે તમાકુ ની બનાવટો નું વેચાણ કરવો ગુન્હો છે..તમાકુ સંબધિત બીમારી માં આપને ભારતીયો 1 વર્ષ માં 1,77,341 કરોડનો ખર્ચ કરી એ છીએ વિશ્વ દર વર્ષે 6000લાખ વૃક્ષો કાપી ને 60000000 લાખ સિગારેટ નું ઉત્પાદન થાય છે જે પર્યાવરણ ને નુકસાન કર્તા છે. છેલ્લા ત્રણ વર્ષ માં સિવિલ અમદાવાદ ખાતે મો અને ગળાના કેન્સર ના દર્દી 14500કેસ નોંધાયા છે પુરુષો માં 100 કેસ માંથી 40થી 50 કેસ મો અને ગળા માં કેન્સર થાય છે ..18 થી 40 વર્ષ માં કેન્સર ના દર્દી વધુ જોવા મળે છે.કુલ કેન્સર 30 ટકા કેન્સર તમાકુ ને કારણે થાય છે..ફેફસાં ના કેન્સર 10, પ્રકાર ના હોય છે..જેમાં 9 પ્રકાર ના કેન્સર તમાકુ ને કારણે થાય છે.ડેપો મેનેજર વી સી ચૌધરી દ્રારા વ્યસન મુક્તિ માટે નો સંકલ્પ લેવડાવવામાં આવ્યા..બેનર અને પ્લેકાર્ડ અને પોસ્ટર નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતુ

[wptube id="1252022"]
Back to top button