
વિશ્વ પર્યાવરણ ની ઉજવણી ના ભાગરૂપે અર્બન હેલ્થ કચેરી વિજાપુર મુકામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા જનરલ હોસ્પિટલ તાલુકા હેલ્થ કચેરી ના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિન ૫ જૂન ૨૦૨૪ ના ઉજવણી ના ભાગરૂપે અર્બન હેલ્થ કચેરી ના કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ નેશનલ પ્રોગ્રામ ઓન કલાઇમેન્ટ ચેન્જ અને હ્યુમન હેલ્થ અંતગર્ત માનવ સર્જિત પ્રદૂષિત હવા પ્રદૂષિત પાણી..પ્રદૂષિત પર્યાવરણ .પ્રદૂષિત પૃથ્વી પ્રદુષિત થઈ રહી છે. હાલમાં વિશ્વ માં કુદરતી આપત્તિ ઓ આવે છે તેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે..આના થી બચવા માટે અને પૃથ્વી ને હરિયાળી બનાવવા માટે આપને બધા સાથે મળીને પ્રયત્ન કરીશું તો જ સાચા અર્થ માં આપણે પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી છે તે સાર્થક ગણાશે આ અંગે તાલુકા હેલ્થ વિભાગ ના મુકેશભાઈ ચૌહાણે જણાવ્યું હતુંકે પર્યાવરણ બચાવવા માટે દર વર્ષે એક વૃક્ષ વાવી એ અને તેને ઉછેરીએ જન્મદિવસ..ઉત્સવ લગ્ન પ્રસંગે વૃક્ષ વાવી એ.હવા ને પ્રદૂષિત થતી અટકાવી એ ઇલેક્ટ્રિક ઉપકરણો નો જરૂરિયાત મુજબ અને સાવચેતી થી ઉપયોગ કરી ને ઉર્જા બચાવીએ..ઓફિસ માં પેપર ના બન્ને સાઇડ પ્રિન્ટિંગ કરી પેપર નો ઉપયોગ ઓછો કરી એ પ્લા થેલી નો ઉપયોગ બંધ કરી..કપડા ની થેલી નો ઉપયોગ કરી એ પબલિક ટ્રાન્સપોર્ટ નો પરિવહન માટે ઉપયોગ કરી એ નજીક ના અંતરે જવા માટે પગપાળા અથવા સાયકલ નો ઉપયોગ કરીએઅન્ન નો બગાડ અટકાવી એ ધર માં જુદા જુદા રૂમ માં એ સી ..પંખા ચાલુ ન કરતા એક જ રૂમ માં ઉપયોગ કરી એ અને વીજળી ની બચત કરી એ સરકારી કચેરી માં બિન જરૂરી લાઈટ પંખા.કૂલર અને એ સી ચાલુ ન રાખી એ..કચરો કચરા પેટીમાં માં જ નાખી એ કચરા ને જાહેર ન સળગાવી ને કાર્બન નું ઉત્સર્જન અટકાવી એ પાણી ની બચત કરી એ..તળાવ નદી .સરોવર.માંગંદકી કરી પ્રદૂષિત ન કરી એ..જંતુનાશક દવાઓ તેમજ રસાનીક ખાતર નો ઓછામાં ઓછો ઉપયોગ કરી જમીન માં થતું પ્રદૂષણ અટકાવીએ.પર્યાવરણ ને સંતુલિત રાખવાની જવાબદારી આપના બધા ની છે એમ તાલુકા હેલ્થ વિભાગના અધિકારી એ જણાવ્યું હતું. તો પર્યાવરણ બચાવવા માટે એક નાનકડો પ્રયાસ રૂપી ઉપસ્થિત રહીને નગરપાલિકા નો સ્ટાફ..અર્બન હેલ્થ કચેરી નો સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ કચેરી નો સ્ટાફ વૃક્ષા રોપણ કરવામાં જોડાયો હતો.





