
વિજાપુર માં બપોર બાદ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો
લારી ગલ્લા વાળાઓ એ ભાગદોડ મચાવી

તાલુકા પંચાયત પાસેનો લીમડો પડી ગયો વીજળી થઈ ડુલ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો.જ્યારે તાલુકા પંચાયતમાં આવેલ લીમડો વાવાઝોડા માં પડી જતા કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા વીજ કંપની ને જાણ કરતા વીજળી ડુલ કરવામાં આવી હતી. વરસાદ ના કારણે ખત્રીકુવા ચક્કર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. લારી ગલ્લા વાળાઓ વેપાર બંધ કર્યો હતો. સવાર થી ભારે ગરમી અને બફારા માં લોકો શેકાયા હતા. જોકે વરસાદ ના કારણે હાલ થોડી ઠંડક પ્રસરી છે કેટલાક ગામો કરા પડ્યા હોવાના પણ અહેવાલ મળ્યા હતા.
[wptube id="1252022"]





