
આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા- 5/4/2024 ના રોજ પ્રાર્થના સભામાં આદર્શ વિદ્યાલયના કર્મનિષ્ઠ સફાઈ કામદાર શ્રી નટુભાઈ (તથા નિવૃત સફાઈ કામદાર, નગરપાલિકા, વિસનગર) તથા સેવક મિતેશભાઈ ચૌધરીએ આદર્શ વિદ્યાલયમાં સેવક તરીકે ઉત્તમ કામગીરી કરવા બદલ શાળા પરિવાર દ્વારા આચાર્યશ્રી તથા સુપરવાઈઝરશ્રીના હસ્તે સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે વોકેશનલ વિષયના શિક્ષકશ્રી પરિમલભાઈ પ્રજાપતિ તથા શિક્ષિકા માનસીબેન શાહ કે જેઓએ પોતાના વિષયની સાથે શાળાની અન્ય પ્રવૃત્તિ કે કામગીરીમાં નિષ્ઠાથી સહયોગ આપવા બદલ તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આમ આચાર્યશ્રીની પ્રેરણાથી અને સ્ટાફ મિત્રો સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]





