
વિજાપુર પાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ હાથ ધરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલિકા દ્વારા વેરા વસૂલાત ની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના અલગ વિસ્તારમાં 550 જેટલા બાકી નીકળતા વેરા ની રકમ 2 કરોડ 48 લાખની વસૂલાત માટે 130 જેટલા કોમર્શિયલ તેમજ 420 જેટલા રહેણાંક મિલકત ધારકોને વેરા ની રકમ ભરપાઈ કરી જવા અંતર્ગત નોટિસો પાઠવી છે જેમાં રીઢા બાકીદારો સત્વરે વેરો ભરપાઈ કરી જવા માટે તાકીદ કરવામાં આવી છે પાલિકા સૂત્રોના જણાવ્યા મૂજબ પાછલા વર્ષની બાકી અને ચાલુ વર્ષની બાકી થઈને કુલ બે કરોડ 48 લાખની વેરાની વસૂલાત બાકી નીકળે છે જેની વસૂલાત માટે કોમર્શિયલ તેમજ રહેણાંક મિલકત ધારકો ને નોટીસ પાઠવી વેરો સત્વરે ભરી જવા માટે તાકીદ કરવામાં આવી છે જેમાં કસુરદારો સામે કાયદેસર ની કાર્યવાહી કરી શીલ મારવામાં આવશે તેવી બાકીદારો ને નોટીસ આપી પાલિકા દ્વારા જણાવાયુ હતું જેને લઇને પાલિકા ના ચીફ ઓફિસર જયેશભાઇ પટેલ ની સૂચના મૂજબ સિનિયર કર્મચારી વિષ્ણુ ભાઈ પટેલે તેમજ ટીમ વર્ક બનાવી ને વેરા વસૂલાત ની કામગીરી હાથ ધરવામાં આવી છે





