
ખેરાલુ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રજૂ કરાયેલ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ
સ્વાગત કાર્યક્રમની પહેલને બિરદાવી અરજદારોએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્યમાં સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા સ્વાગત સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને ખેરાલુ મામલતદાર કચેરી, ખાતે ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો.
રાજ્યના ગામડાઓમાં વસતા છેવાડાના માનવીને ઘરે બેઠા તેમના પ્રશ્નો રજૂ કરી શકે અને ઘરે બેઠા તેમના પ્રશ્નોનો ઉકેલ મળી શકે “ગ્રામ સ્વાગત”ની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં ગ્રામ સ્વાગત મળેલ અરજીઓનો હકારત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું
રાજ્ય સરકાર લોકોની મુશ્કેલીઓના ત્વરિત નિરાકરણ માટે “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરી રહ્યું છે. લોકોની સુખાકારી અને લોક પ્રશ્નોના નિરાકરણ માટે વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૩માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેને વર્ષ ૨૦૨૩ના એપ્રિલ માસમાં સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્ય સરકારના છેલ્લા ૨૦ વર્ષથી લોકાભિમુખ વહીવટને ચરિતાર્થ કરતા “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરી આપવા બાબતે, પાણીની લાઈન નાખી કનેક્શન આપવા બાબત, રસ્તા નવીનીકરણ કરવા બાબત, રસ્તા રીપેરીંગ કરાવવા, રસ્તા પરની ગટરોનો કચરો સાફ કરાવવા બાબત સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. તાલુકા સ્વાગત કાર્યક્રમના અરજદારોની રજૂઆત સાંભળી જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે સંબંધિત વિભાગોને તમામ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેલા વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો તેમજ ગ્રામ સ્વાગતના આવેલા પ્રશ્નોની સમીક્ષા કરી સંબંધિત વિભાગને તમામ પ્રશ્નોનો નિકાલ કરવાની સૂચના આપી હતી. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાન્ત અધિકારીશ્રી ખેરાલુ,મામલતદાર ખેરાલુ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.