
મહિલા અને બાળ વિકાસ વિભાગ, આહવા દ્વારા સાપુતારા સ્થિત એકલવ્ય શાળા ખાતે પોક્સો એક્ટ તેમજ એનિમિયા વિષયક જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા કાયદા વિષયક વિગતે માહિતી આપવામા આવી હતી. ન્યુટ્રીશન એક્સપર્ટ દ્વારા ન્યુટ્રીશન, એનિમિયા, નાની વયે થતા લગ્નની અસરો અંગે વિગતે સમજ આપવામા આવી હતી.
સાપુતારા પોલીસની “સી ટીમ” ના હેડ કોન્સ્ટેબલ દ્વારા બાળકોના કાયદા, પોલીસની મદદ, ગુડ ટચ અને બેડ ટચની વિગતે સમજૂતી આપવામા આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ દ્વારા 181, DHEW, PBSC, OSC, VMK દ્વારા યોજનાકીય માહિતી પુરી પાડવામા આવી હતી. સાથે જ શાળાની વિશિષ્ટ પ્રવૃત્તિઓમા નિપુણ વિદ્યાર્થીનીઓને સન્માનિત પણ કરવામા આવ્યા હતા.
[wptube id="1252022"]