
વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત 09 જુને મુખ્યમંત્રીશ્રીની મુલાકાત અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
આગામી 09 જુને શુક્રવારે વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી મહેસાણા જિલ્લાની મુલાકાત લેનાર છે. આ મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.વન ડે વન ડિસ્ટ્રકીક્ટ અંતર્ગત સવારે 09-00 કલાકે પાંચોટ ડીમાર્ટ સર્કલ પર આયોજીત જીપીબીઓના મેગા એક્સપોમાં હાજરી આપનાર છે. ત્યાર બાદ દૂધ સાગર ડેરી ખાતે સંગઠનની વિવિધ બેઠકોમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યાર બાદ સરકીટ હાઉસ ખાતે આયોજીત વિવિધ બેઠકોમાં ઉપસ્થિત રહેનાર છે.
09 જુને શુક્રવારે સાંજે 04-00 કલાકે ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિકાસ કામોના ઇ-લોકાર્પણ થવના છે.જેમાં મહેસાણા શહેર ખાતે મોઢેરા ચાર માર્ગીય રોડનું ઇ-લોકાર્પણ કાર્યક્રમ તેમજ જોટાણા ખાતે નવનિર્મિત સેવા સદનનું ઇ-લોકાર્પણ ટાઉનહોલ ખાતેથી થવાનું છે. જે કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીના ભાગ રૂપે સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત પોલીસ અધિકારીઓ તેમજ અન્ય સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા





