
વિજાપુર શિવમ કોમ્પલેક્ષ ની દુકાનો ભાડુઆતે માલિકની જાણ બહાર તાળુ તોડી ઝગડો કરતા બે સામે ફરિયાદ નોંધાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મહેસાણા હાઈવે શિવમ કોમ્પલેક્ષ ની રોડ ટચની બે દુકાનો મુંબઈ રહેતા દુકાન ના માલિકે પાર્લર ચલાવવા ભાડે આપી હતી જે દુકાનો ઉપર ભાડુઆતે કબજો જમાવી દેતા એક માસ પૂર્વે દુકાન માલિકે ખાલી કરાવી ને દુકાનને નવું તાળુ લાવીને મારી દીધું હતુ જે દુકાન ભાડુઆતે ફરીથી એ દુકાનનું તાળુ તોડી દુકાન ના માલિક ને કોઈ પણ જાણ કર્યા વગર ચાલુ કરી બેસી જતા જેની ખબર દુકાન માલિક ને થતા તેઓ દુકાન ખાલી કરાયા બાદ કેમ તાળુ તોડીને ચાલુ કરી તેવુ કહેતા ભાડુઆતે દુકાન માલિક સાથે ઝઘડો માર મારીને ગંભીર ઇજાઓ કરતા પોલીસ મથકે બે ઈસમો સામે ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશ કરી જાન થી મારી નાખવાની ધમકી બાબતે દુકાન માલિકે ફરિયાદ નોંધાવી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ વિજાપુર ના વતની હાલ મુંબઈ રહેતા નીલમ બેન કુશ કુમાર બારોટ ની શિવમ કોમ્પલેક્ષ માં આવેલ દુકાન નંબર 1 અને 2 તેમણે અયોઘ્યા સોસાયટી માં રહેતા મેહુલ વસંત લાલ બારોટને ભાડે આપી હતી જે દુકાનો એક માસ પૂર્વે ખાલી કરાવીને તાળુ મારીને કબજો લઈ લીધો હતો જે દુકાનો નું ભાડુઆત મેહુલ બારોટ દ્વારા ફરીથી દુકાન નું તાળુ તોડીને ગેરકાયદેસર કબજો કરતા જેની જાણ દુકાન માલિક નીલમ બેન બારોટ ને થતા મંગળવારે કુસુમબેન જોશી તેમજ અન્ય ચાર જણા પોતાની દુકાને ગયા હતા ત્યારે દુકાનમાં બેઠેલા યુવરાજ મેહુલ કુમાર બારોટ ને કેમ દુકાન ખાલી કર્યા બાદ અમારી દુકાનો તાળુ તોડીને અંદર બેઠા છો તેવુ કહેતા યુવરાજે મહિલાઓ ની ઉપસ્થિતિ માં ગાળો બોલતા માલિકે દુકાનો માં મૂકેલા ખોખા બહાર મૂકવા જતા મેહુલ બારોટ તેમજ તેમના દીકરા યુવરાજે લાકડીઓ વડે હૂમલો કુસુમ બેન જોશી તેમજ સચિન જોશીને લાકડીઓ વડે માર મારી ગંભીર ઇજા ઓ કરતા બન્ને ઇજા ગ્રસ્તો ને દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા જે અંગેની નીલમ બેન કુશ કુમાર બારોટે મેહુલ બારોટ તેમજ યુવરાજ બારોટ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે





