
વિજાપુર પિલવાઈ ગામે ખેતરના રસ્તા બાબતે યુવક ને મારમારી ઇજા કરતા બે જણા સામે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે ખેતરોમાં જતા યુવકને ખેતરોમાં જવાના રસ્તા બાબતની અદાવત રાખી હાથે ફેક્ચર કરી ગડદાપાટુ કરી બિભત્સ ગાળો બોલી શરીર ના ભાગે ઇજાઓ પોહચાડી મારમારતા પોલીસ મથકે બે જણા સામે યુવકના પત્ની એ ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પિલવાઈ ગામના જીતેન્દ્રસિંહ વિહોલ અને તેમના પત્ની કાજોલ બા સવારે નવ કલાકે ખેતર માં કામ અર્થે જઈ રહ્યા હતા તે સમયે તેમના કૌટુંબી ભાઈ જીલુજી વિહોલ તેમજ તેમનો પુત્ર રાજપાલસિંહ વિહોલ ખેતરોમાં જવાનો એકજ રસ્તો હોવાથી રસ્તા ની બાબતે અદાવત રાખી જીતેન્દ્ર સિંહ વિહોલને બન્ને ભેગા મળી બિભત્સ ગાળો બોલી હાથે ફેક્ચર કરી ગડદાપાટુ કરી શરીર ના ભાગે ઇજાઓ કરતા કોજોલબા વિહોલે ગામના જીલુજી વિહોલ અને તેમના પુત્ર રાજપાલસિંહ વિહોલ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.





