
25 જાન્યુઆરી 2024ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં દલિતો અને પાટીદારો સામસામે આવી ગયા ! દલિતોએ સરદાર પટેલના સિટેચ્યુને ટેક્ટર વડે તોડી નાખ્યું અને લોખંડના પાઈપ વડે સરદારની પ્રતિમાને તોડી નાખી ! સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો જોઈને દુ:ખ થયું !
શામાટે સરદારની પ્રતિમાં દલિતોએ તોડી?
ગામમાં મંડી ગેટ તથા બસ સ્ટેન્ડ વચ્ચેની જમીન ખાલી પડી છે. જ્યાં દલિતો ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની માંગણી કરતા હતા; જ્યારે પાટીદારો સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરતા હતાં. આ દરમિયાન કોઈએ 24 જાન્યુઆરી 2024ની રાતે એ જ જમીન પર સરદાર પટેલની પ્રતિમા સ્થાપી દીધી હતી. તેથી સવારે આંબેડકરની પ્રતિમા લગાવવા માગતા લોકોએ સરદાર પટેલની પ્રતિમા પર ટ્રેક્ટર ફેરવી નાખ્યું હતું. જેથી દલિતો અને પાટીદારોમાં રોષ ફાટી ગયો, પથ્થરમારો થયો, વાહનોને નુકસાન પહોંચાડ્યું !
થોડાં પ્રશ્નો : [1] બે ભારતરત્નની પ્રતિમા મૂકવાનું ઝનૂન ધરાવનારઓમાં તેમના આદર્શમાં માને છે ખરાં? [2] આંબેડકરે તથા સરદારે દેશને સેક્યુલર બંધારણ દેશને આપેલ છે, તેમની પ્રતિમા મૂકો તેની સામે વાંધો નથી, પરંતુ સંબંધિત ઓથોરિટીની મંજૂરી લેવાની કે નહીં? [3] દલિતો અને પાટીદારો વચ્ચે વર્ગવિગ્રહ કરાવનાર કોણ છે? આ ઘટનામાં માત્ર વાહનોને નુકસાન નથી પહોંચ્યુ, દેશની સદભાવને નુક્સાન પહોંચ્યું છે ! જ્યાં ગોડસેને દેશભક્ત કહે ત્યાં શાંતિ/ સુમેળ/ સંવાદિતતા/બંધુત્વને આગ લાગી જાય ! પાટીદારોની સ્થિતિ આઝાદી પહેલાં શૂદ્ર શ્રમિકની હતી; તેમનો વિકાસ થયો તેની પાછળ બંધારણની જોગવાઈઓ નથી? શામાટે પાટીદારોને આંબેડકર પ્રત્યે આદર નથી? શામાટે દલિતોને સરદાર પ્રત્યે આદર નથી? [4] નર્મદા ડેમ પાસે સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મૂકનાર જ વડાપ્રધાન, અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમ પર સરદારનું નામ ભૂંસી પોતાનું નામ લખાવે ત્યારે સમાજમાં જુદા જુદા વર્ગો સામસામે આવે તો કોને કહેવું? [5] સરદાર પટેલે, 1928માં બારડોલી સત્યાગ્રહ વેળાએ કહ્યું હતું : “કોઈ પણ માણસને અસ્પૃશ્ય માનવો એ પાપ છે. અસ્પૃશ્યતા એ વહેમ છે. કૂતરાને અડીને નાહવું ના પડે, બિલાડીને અડીને નાહવું ના પડે તો પછી જે આપણાં જેવો મનુષ્ય છે તેને અડીને કેમ અભડાઈએ ? હિંદુઓ જાગો. તમે ભૂલ કરો છો. અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મ ઉપર કલંક છે. એ ધર્મને બહાને ચાલતો ઢોંગ છે. એને આપણે નાબૂદ કરે જ છૂટકો છે !” શું ‘જય સરદાર’ના સૂત્રો પોકારનારા/ સરદારની પ્રતિમા ઊભી કરનારાઓએ સરદારની વાત માની છે ખરી?rs

[wptube id="1252022"]