
આસીફ શેખ
જુના ભાટપુરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગણવેશ વિતરણ કરવામાં આવ્યું..

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના જુના ભાટપુર પ્રાથમિક શાળા બાળકોને ગણવેશ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી વડોદરા ખાતે આવેલ કંપની મેક્સટીલ વાયર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક રમેશભાઈ લાલજીભાઈ સિદ્ધપુરા દ્વારા બાળકોને ગણવેશ, બુટ, ચોપડા, નોટપેન સહિત 1.5 લાખ જેટલી રકમની સામગ્રી બાળકોને ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં આર એલ એસ ફાઉન્ડેશન વડોદરાથી શોભનાબેન, તથા કિરણભાઈ તથા કિર્તિબેન ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિંમતસિંહ, સાલૈયા બિટ નિરીક્ષક અધિકારી ભવાનસિંહ, પુર્વ સરપંચ મોહનભાઈ બારીયા, તાલુકા પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ બારૈયા, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના મહીસાગર જિલ્લાના પ્રમુખ મહેશ ઠાકોર, એસ એમ સીના સભ્યો તેમજ જુના ભાટપુર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જુના ભાટપુર પ્રાથમિક શાળાના આચાર્ય કાસમભાઈ આર. શેખ દ્વારા આવેલ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરવામા આવ્યું તેમજ આર એલ એસ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ભાટપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તેમજ તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ મહેન્દ્રસિંહ બારૈયાએ પણ કાર્યક્રમના અંતમાં આર એલ એસ ફાઉન્ડેશન વડોદરાનો આભાર વ્યક્ત કર્યો હતો.








