
રિપોર્ટર….
અમિન કોઠારી
મહીસાગર…
સંતરામપુર મામલતદાર કચેરી સામે હાઈસ્કૂલના શિક્ષકોએ જુની પેન્શન યોજના અને વિવિધ માંગણીઓને લઈને મૌન રેલી અને ધરણા યોજ્યા.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ નાં આદેશ અનુસાર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની માંગણીઓની ગત વિધનસભાની ચૂંટણી પહેલાં સરકાર સાથે થયેલ સમાધાન અને મુખ્ય માગણીઓ જેવીકે 1/4/2005 પહેલાં સેવામાં જોડાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરેલ અને ફક્ત ઠરાવ જ કરવાનો બાકી હતો જે ઠરાવ થયેલ નથી,નવી વર્ધિત પેન્શનવાળા કર્મચારીઓને 300 રજાનું નિવૃત્તી સમયે રજાનું રોકડમાં રૂપાંતર કરવી,ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષમાં નહિ વપરાયેલ મેડિકલ રજા સર્વિસ બુકમાં જમાં લેવી, માઘ્યમિક શાળાનાં શિક્ષકોનો વર્કલોડ માં ઘટાડો કરવો,શિક્ષકોની અરસ પરસ બદલી પ્રાથમિક શિક્ષકો માફક કરવી વગેરે કુલ અગિયાર માગણીઓ અંગે સરકારે પરિપત્રો કરવા નું ઠરાવેલ હતું તેમ છતાં આટલો સમય ગાળો થવા છતાં પરિપત્રો ઠરાવો થયેલ નાં હોવાથી તેથી અગાઉ પણ શાળામાં કાળી પટ્ટી બાંધી શૈક્ષિણક કાર્ય કરી કાર્યક્રમો આપેલ હતા તેમ છતાં પરિપત્રો નાં થતાં આજ રોજ તારીખ:૧૨/૦૮/૨૦૨૩ ને શનિવારના રોજ તાલુકા કક્ષાએ મૌન ધરણા કાર્યક્રમ રાખેલ હતી જેમાં સંતરામપુર એસ.પી. હાઇસ્કૂલ પ્રાથમિક શાળા નાં પતાગણમાં સંતરામપુર તાલુકાના શિક્ષકો કર્મચારીઓ એ મહીસાગર જિલ્લાના આચાર્ય સંઘના મહામંત્રી દિગ્વિજય સિંહ સોલંકી ગામડી સ્કૂલ તથા મંત્રી સંજયભાઇ પટેલ મુરલીધર હાઈસ્કૂલ સંતરામપુર નાં નેજા હેઠળ મૌન ધરણા કરેલ હતા અને આગામી.તારીખ:૧૭/૮/૨૦૨૩ થી ૨૨/૦૮/૨૦૨૩ સુધી બ્લેક સપ્તાહ તરીકે શાળામાં શિક્ષક કર્મચારી કાળા કપડાં પહેરી શાળાનું શૈક્ષણિક કાર્ય કરવાનું નક્કી કરેલ પરંતુ સરકાર જ્યાં સુધી ઠરાવો પરિપત્રો નાં કરે ત્યાં સુધી ઑનલાઇન કામગીરી જેવા કાર્યક્રમોથી દૂર રહેવાનું નક્કી કરેલ છે.








