
તા.૧૮ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા અને સાંસદ રમેશભાઇ ધડૂકની ઉપસ્થિતિમાં બેઠક મળી
જેતપુરના પ્રિન્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલ કારખાનેદારો અને એસોસિયેશનના અગ્રણીઓ સાથે ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ સાંસદ રમેશભાઈ ધડુકની હાજરીમાં પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા એ જેતપુર ના સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગ અને સ્થાનિક પ્રશ્નો અંગેની સમીક્ષા કરી હતી આ સમીક્ષા બેઠકમાં ઉદ્યોગોને લગતા પ્રશ્નો અંગે જેતપુર ડાયોડ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા અગ્રણી મનસુખભાઈ ખાચરિયા તેમજ ઉદ્યોગપતિ શ્રી રાજુભાઈ પટેલ દ્વારા પ્રિન્ટિંગ ઉદ્યોગને લગતા પડતર પ્રશ્નો અંગે મંત્રી મુળુ ભાઈ બેરાને પ્રશ્નોની રજૂઆતો કરી હતી. અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જેતપુરના પ્રિન્ટિંગ ઉદ્યોગ નો વિકાસ વધે એ અંગે પાયાના પ્રશ્નોનું નિરાકરણ આવે તે બાબત પર ભાર મૂકી વિસ્તૃત ચર્ચા કરી હતી આ પ્રસંગે યુવા અગ્રણી પ્રશાંતભાઈ કોરાટ તેમજ જેતપુર પ્રિન્ટિંગ ઉદ્યોગના અગ્રણી ઉધોગપતિઓ અને એસોસિયેશનના હોદ્દેદારો તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.