MAHISAGARSANTRAMPUR

સંતરામપુર ની નાની બાળાઓએ ઘરમાં જ ગૌરી વ્રતની પૂજા અર્ચના કરી

રિપોર્ટર.
અમિન કોઠારી
સંતરામપુર……

સંતરામપુર ની નાની બાળાઓએ ઘરમાં જ ગૌરીવ્રતની પુજા અર્ચના કરી

લુણાવાડા અસાઢ સુદ તેરસથી અસાઢ વદ બીજ એમ પાંચ દિવસ સુધી જયા પાર્વતી ( ગૌરીવ્રત ) કરવામાં આવે છે હિંદુ ધર્મની તમામ કુંવારીકા ખૂબ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે આ વ્રતની પરંપરા વૈદિકકાળ થી થયેલ છે આ વ્રતમાં ભગવાન ગૌરી – શંકરની પૂજા કરવામાં આવે છે જેનો મુખ્ય હાર્દ મનભાવનભરથાર પ્રાપ્ત કરનારું તેમજ અખંડ સૌભાગ્યવતી તથા સંતતિ પ્રાપ્ત કરાવનારું વ્રત એટલે ? ગૌરીવ્રત . એવું કહેવામા આવે છે ત્યારે આ વ્રત ખાસ કરીને હિમાલયની પુત્રી માતા પાર્વતિએ શિવજી ને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું અને માતા પાર્વતિએ વ્રત દ્વારા જ. પોતાની મનોકમાંના પૂર્ણ કરી હતી . ત્યારથી જ કુવારીકાઓ પોતાને મન ગમતો પતિ પ્રાપ્ત કરવાં અને અખંડ સૌભાગ્યવતી તથા સંતતિપ્રાપતિના શુભ હેતુથી આ વ્રત કરે છે અસાઢ સુદ તેરસથી અસાઢ વદ બીજ એમ પાંચ દિવસ સુધી પાર્વતીનું સતત પાંચ વર્ષ સુધી વારાફારથી આં વ્રત કરવામાં આવે છે . આ બન્ને વ્રત અસાઢી હરિયાળીને અનુરૂપ જવારા પૂજન કરવામાં આવે છે ત્યારે પકવેલા રામપત્રની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય અટેલે કે ઘઉં , જવ , તલ મગ , ડાંગર , વાલોડ અને અક્ષત વાવીને જવારા ઉઘાડવામાં આવે છે જેમાં અસાઢ મહિનામાં ખેતરો આં સાત પ્રકારના ધાન્યથી લહેરાતા હોય છે જ્યારે જવારા એ માતા પાર્વતીનું પ્રતિક છે જેને કંકુ વળે પુજા કરવામાં આવે છે અને પાચ દિવસની પુજા અર્ચના પછી જવારાનું નદી , તળાવમાં વિસર્જન કરવામાં આવે છે અને આં વ્રત ક્રમઅનુસાર કર્યા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણમાં વ્રતકરતી કુવારીકાઓ ને જમાડવામાં આવે છે , જે પરંપરા અનુસાર ચાલ્યું આવ્યું છે આમતો શિવ મંદિરમાં કુવારીકાઓ પુજા અર્ચના કરવાં જતી હોય છે અને હરવા ફરવા અને મનોરંજ મેળવવા માટે બગીચામાં જતી હોય છે ત્યારે છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે કુવારીકાઓ ઘરમાજ પુજા વિધિ કરી આ વ્રત કરે છે ત્યારે લુણાવાડા નગરની નાની કુવારીકાઓ પોતાના વ્રતનો પ્રારંભ કરી ગૌરીવ્રતની પુજા કરી હતી .

[wptube id="1252022"]
Back to top button