LUNAWADAMAHISAGAR

સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે યોજાયો

સરકાર કિશોરીઓ તથા મહિલાઓની તમામ સમસ્યાઓ નિવારવા હંમેશા પ્રયત્નશીલ:  જિલ્લા પંચાયત પ્રમુખ

જિલ્લાના તમામ વિભાગો દ્વારા દીકરી-મહીલાના પોષણની ચિંતા કરી તેમને પોતાના વિભાગ અંતર્ગત કેવી રીતે ઉપયોગી થઈ શકે તે અંગે માર્ગદર્શન પુરુ પડાયુ

મહિલાઓ પગભર બને, સમાજમાં સન્માન ભર્યું જીવન જીવી શકે અને બાળપણ તથા યુવાવસ્થાથી જ તેમને લગતી યોજનાઓ અને કાયદાઓની માહિતી મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત “કિશોરીઓ કુશળ બનો” તે સુત્રને સાર્થક કરવા માટે ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા’ઓનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ના અઘ્યક્ષ સ્થાને નગરપાલિકા કોમ્યુનિટી હોલ, સંતરામપુર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલબેન ડામોરે જણાવ્યું હતું કે, કિશોરીઓ કુશળ બનો” તે સુત્રને સાર્થક કરવા સરકાર કિશોરીઓ તથા મહિલાઓની તમામ સમસ્યાઓ નિવારવા હંમેશા પ્રયત્નશીલ છે. આજે મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે ત્યારે મહિલાઓ અને કિશોરીઓ વિવિધ વિભાગ હેઠળની આ યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ મેળવે તેમજ અન્ય જરૂરિયાતમંદ મહિલાઓને આ યોજનાઓની માહિતી આપી તેમને આ યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરે તેવો આ કિશોરી મેળાનો હેતુ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે તરુણીઓ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસ પૂર્વક પગલાં માડી શકે તે માટે પૂર્ણા યોજના અમલમાં છે.

[wptube id="1252022"]
Back to top button