
ચૂંટણી નજીક આવતા જ સરકારી કર્મચારીને પણ રાજકરણમાં રસ જાગ્યો છે. સરકારી બાબુ આચારસંહિતાનો ભંગ કરી ભાજપ નેતાના પ્રચારમાં જોવા મળ્યા હતા. મહીસાગર જીલ્લામાં તલાટીએ આચારસંહિતાનો ભંગ કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે.
મહીસાગરના ખાનપુર તાલુકાના તલાટી મંડળના પ્રમુખે આચારસંહિતાને નજર અંદાઝ કરી ભાજપની મિટીંગમાં હાજરી આપી હતી. ખાનપુર તાલુકાના તલાટી પ્રમુખ રમેશભાઈ જવરાભાઈ ડામોર જોડાયા પ્રચાર પ્રસારમાં જોડાયા હતા. પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજ્યપાલસિંહ સાથે ખાનપુરના ખૂટેલાવ ગામે તલાટી સ્ટેજ પર જોવા મળ્યા હતા. સરકારી કર્મચારી હોવા છતા તલાટીએ સરકારી નિયમોનો ભંગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મુદ્દે જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ કોઈ કાયદાકીય પગલાં લેશે કે કેમ એનો ખુલાસો થયો નથી.

[wptube id="1252022"]





