LUNAWADAMAHISAGAR

મહીસાગર પોલીસ દ્વારા રૂપિયા 1 કરોડ થી વધુની કિંમતના પ્રોહીબીશન મુદ્દામાલનો નાશ કરાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર પોલીસ દ્વારા રૂપિયા 1 કરોડ થી વધુની કિંમતના પ્રોહીબીશન મુદ્દામાલનો નાશ કરાયો

મહીસાગર પોલીસ દ્વારા કોર્ટ દ્વારા મંજૂરી મેળવી લુણાવાડા પાલીવાલ ડેરીની પાછળના ભાગે રૂપિયા 1 કરોડથી વધુની કિંમતના પ્રોહીબીશન વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ પર લુણાવાડા પ્રાંત અધિકારી, સંતરામપુર પ્રાંત અધિકારી, DYSP, મામલતદારની ઉપસ્થિતિમાં નશાબંધી કમિટી દ્વારા બુલડોઝર ફેરવી પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લાના કોઠંબા, લુણાવાડા, ડીટવાસ, સંતરામપુર, બાકોર અને કડાણા પોલીસ સ્ટેશનના 239 જેટલાં પ્રોહીબીશન ગુનામાં પકડાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં વિદેશી દારૂ ની કુલ 89,671 નંગ બોટલ સાથે કુલ રૂપિયા 1 કરોડ 3 લાખના મુદ્દામાલ પર જિલ્લા પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button