MAHISAGARSANTRAMPUR

સંતરામપુરમાં મેન બજાર વિસ્તારનાં ડામર રોડ પર મસ મોટા ખાડાઓ ને લીધે રાહદારીઓ પરેશાન

અમિન કોઠારી સંતરામપુર

સંતરામપુર માં આવેલ મેઇન બજાર વિસ્તારમાં ડામર રોડ પર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો ને રાહદારીઓ ભારે પરેશાની

જવાબદાર વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી…..

સંતરામપુર નગર માં આવેલ મોટા બજાર વિસતારમાં મસમોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થવા પામેલા જોવાં મળે છે.


.

જેમાં વિભાગની ને વહીવટી તંત્રની બેદરકારી જોવા મળે છે. આ વિસ્તારમાં પાછલા લગભગ 5 મહિના પહેલા વરસાદ ના કારણે સડક પર મસમોટા ખાડાઓ પડી ગયેલા છે. જેથી ચોમાસા ની સીજન પુરી થઈ અને શિયાળાની સિજન પુરી થવાં માં છે તેમછતાં પણ આ જાહેરમાગઁ પર પડેલ ખાડા ઓ નું પેચ વકઁ આજદિન સુધી જે તે લાગતા જવાબદાર વહીવટી તંત્ર દ્વારા નહીં કરાતાં આ ખાડાઓ વધુ ને વધુ પ્રસરતા જાયછે, અને આ બાબતે અકસ્માત થવાનો ભય સર્જાય રહેલ છે. અને આ વિસ્તાર વનવે હોવાથી આમને સામને વાહનો આવી જતા અક્સ્માત થવાનો ભય રહેલ છે. જેથી લાગતા વળગતા વહીવટી તંત્ર એ સ્થળ ની તપાસ કરી સત્વરે ખાડા પુરી ડામર કરવા સ્થાનિક લોકો ની તેમજ આવતા જતાં જાગૃત્ત નાગરિકોની માંગ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button