
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
30.06.23023
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાની પરણિતાને પતિએ મારઝૂડ કરી હતી આથી 181 ટીમની મદદ માગી

26 વર્ષીય પરણીતાને પતિએ દારૂ પીને મારઝૂડ કરી તથા મારી નાખવાની ધમકી આપે છે આવો ફોન 181 મહીસાગર ટીમને મળ્યો હતો આથી 181 મહીસાગર ટીમ ઘટના સ્થળ પર પહોંચી પરણિતાની હકીકત જાણી ને તે ખૂબ જ ગભરાયેલી હતી તો તેમને આશ્વાસન આપ્યું તથા તેમની સાથે બે નાના બાળકો હતા એક ચાર વર્ષનું તથા એક એક વર્ષનું હતું તે ખેતરોમાં સંતાઈ ગયેલ હતી તેમના લવ મેરેજ કરેલા હતા અને આઠ વર્ષથી જોડે રહેતા હતા પતિ રોજ દારૂ પીને આવીને અને પરણીતાને પોતાના ભાઈ પાસેથી પૈસા લાવવા દબાણ કરે છે ત્રણ લાખ રૂપિયા તો આપ્યા છે છતાં વારંવાર પૈસા લેવા ઝઘડો કરી મારઝૂડ કરે છે તથા પોતે અમદાવાદ કામ કરે છે અને પરણિતા ઘરે રહે તો અન્ય પુરુષો સાથે શંકા કરી માનસિક ત્રાસ આપે છે અને ધારદાર વસ્તુઓ લઈને ફરે પરણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપે છે આથી તે ડરી ગયા હતા તે સાસરીમાં રહેવાનું ના પાડતા અને જણાવતા કે મારે તો છૂટાછેડા કરવા છે અને મારા પિયર જવું છે તો મારા ભાઈ કાલે સવારે લેવા આવે છે તેમ જણાવતા હતા આથી એક દિવસના આશરા માટે તેમને લુણાવાડા આશ્રય ગૃહમાં આશરો અપાવ્યો છે તથા કાયદાકીય પોલીસ સ્ટેશન ની માહિતી આપી હતી








