સંતરામપુર નગર ખાતે ગાયત્રી શક્તિપીઠ ના 25 માં પાટોત્સવ નિમિત્તે પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન

રિપોર્ટર…
અમીન કોઠારી
મહિસાગર
મહીસાગર જીલ્લાના સંતરામપુર નગરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ ના ૨૫ માં પાટોત્સવ નિમિત્તે શ્રીમદ્ પ્રજ્ઞાપુરાણ કથા ના ત્રીજા દિવસે મનુષ્ય જીવનને મહામાનવ બનાવવા કથામાં પ્રકાસ પાડયો.


ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ના ૨૫ માં પાટોત્સવ નિમિત્તે પ્રજ્ઞાપુરાણ કથાનું ભવ્ય આયોજન થવાથી આજે ત્રીજા દિવસે કથાકાર પ્રજ્ઞાપુત્રી શ્રીમતિ મીનાક્ષીબેન કાબરીયા ના મુખે અમૃત વાણીથી જણાવ્યું કે મનુષ્ય જીવનના ત્રણ પ્રકાર દર્શાવતા છાણના કીડા જેવું નરપશુ, બીજુ રાક્ષસી જીવન અને ત્રીજુ
મહામાનવ હોય છે. પરંતુ દેવ માનવ બનાવવા માટે પરોપકારી જીવન જીવવા
માટે ત્રણ પગથીયા બતાવ્યાં હતાં. જેનું સત્સંગ, સદ્ગુરૂ અને સેવા ના માધ્યમથી
ભગવાનમાં મન લગાવવા જણાવતાં ભારત ભૂમિના સંતો મહંતો માં જલારામ
બાપાનું ઉદાહરણ યાદ કરાવ્યું હતુ. પ્રજ્ઞાપુરાણ મનુષ્યને જીવન જીવવાની કળા શીખવે છે. તેને માન સરોવરના ચાર ઘાટ સમાન ગણાવ્યું હતું.
આમ આજની કથામાં સંતરામપુર, ફતેપુરા, દાહોદ, મહીસાગર તેમજ પંચમહાલ જીલ્લાના સૌ ભાવિક ભક્તો પધારી કથાનું રસપાન કર્યું હતું .આજના પ્રસંગે કથાના આવતી કાલના ચોથા દિવસે સૌ ભાવિક ભક્તોને પધારી લાભ લેવા વ્યવસ્થાપક રામજીભાઈ ગરાસીઆએ જણાવ્યું હતું.








