વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહિસાગર જિલ્લામાં ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકરવા માટેના કેમ્પનુ આયોજન
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થાય છે. જે નિમિત્તે એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવેલ છે. સ્વાગત સપ્તાહ ઉજવણીના ભાગરૂપે તા.૧૧ એપ્રિલ થી ૨૯ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
મહિસાગર જિલ્લામાં તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૩ ના રોજ લુણાવાડા તાલુકાના હાથીવન, પટ્ટ્ણ અને રાજગઢ ગામમાં ખાનપુર તાલુકાનાં બાકોર ગામ, સંતરામપુર તાલુકાનાં બાબરોલ, બટકવાડા, ગાડીયા ગામ,કડાણા તાલુકાનાં બચકડીયા અને ડીટવાસ ગામ,બાલાશિનોર તાલુકાના સલિયાવાડા ગામ અને વિરપુર તાલુકાના ડેભારી ગામ . તા. ૧૫ એપ્રિલ ૨૦૨૩ના રોજ લુણાવાડા તાલુકાના ઉદરા,વરધરી ગામ , ખાનપુર તાલુકાનાં વડાગામ, સંતરામપુર તાલુકાનાં ગોઠીબ, ગોઠીબડા, ખેડાપા ગામ, કડાણા તાલુકાનાં માલવણ ગામ, બાલાશિનોર તાલુકાના વડદલા ગામ,અને વિરપુર તાલુકાના કોયડમ ગામ. તા. ૧૭ એપ્રિલના ૨૦૨૩ રોજ લુણાવાડા તાલુકાના વિરણીયા, કોઠંબા ગામ , ખાનપુર તાલુકાનાં વડાગામ, સંતરામપુર તાલુકાનાં લીમડી,સરસ્વા (પ) ગામ, કડાણા તાલુકાનાં મુનપુર ગામ, બાલાશિનોર તાલુકાના પાંડવા ગામ,અને વિરપુર તાલુકાના વિરપુર ખાતે ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટે વર્ગ-૨ કક્ષાના અધિકારીની ઉપસ્થિતીમાં કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે.
ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો / રજુઆત અંગેની અરજી ” મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી ” તેવા મથાળા હેઠળ સંબંધિત ગામમાં નિયત થયેલ તારીખ અને સ્થળે નિયુક્ત કરેલ વર્ગ-૨ કક્ષાના અધિકારીશ્રીને આપવાની રહેશે. જે અરજીઓ તા.૨૪/૦૪/૨૦૨૩ થી ૨૬/૦૪/૨૦૨૩ સુધી યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે.








