LUNAWADAMAHISAGAR

મહિસાગર જીલ્લાના પોલીસ વિભાગ દ્વારા પ્રજાના હિતમાં લોન/ધીરાણ કેમ્પનુ આયોજન.

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહિસાગર જીલ્લાના પોલીસ વિભાગ દ્વારા પ્રજાના હિતમાં લોન/ધીરાણ કેમ્પનુ આયોજન.

મહિસાગર જિલ્લામાં પોલીસનો નવતર પ્રયોગઃ લોકોને સરકારી ધિરાણમાં મદદગાર

મહિસાગર પોલીસ દ્વારા ધિરાણ ઈચ્છુકો અને બેંકોને સાથે લાવવાનો અનેરો પ્રયાસ

મહિસાગર જીલ્લા પોલીસ દ્વારા લુણાવાડા ટાઉનમાં આવેલ રાજપુત સમાજની વાડી કોટેજ હોસ્પીટલ પાસે માન.નાયબ પોલીસ મહાનિરીક્ષક સા. ગોધરા રેન્જના અધ્યક્ષ સ્થાને તમામ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેંકના સૌજન્યથી મહિસાગર પોલીસ અધિક્ષક  દ્વારા લોન / ધીરાણ કેમ્પનુ આયોજન તા.૦૨/૦૨/૨૦૨૩ ના ક.૧૨/૦૦ થી ક.૧૪/૦૦ સુધી કરવામાં આવેલ છે.

જેથી મહિસાગર જીલ્લાના જરૂરીયાતમંદ નાગરીકો કે જેઓ લઘુઉઘોગ તથા ટાઉન વિસ્તારમાં ફેરીયા , લારી ગલ્લા તથા વેન્ડર તરીકે રોજગારી મેળવતા અને નાની દુકાન તથા ખેતી તેમજ દુધાળા પશુના વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકો તથા ખેડુતો કેમ્પમાં જરૂરી પુરાવા સાથે હાજર રહી કેમ્પમાં ઉપસ્થિત રાષ્ટ્રીકૃત બેંકો તથા સહકારી બેંકોના અધિકારીઓ પાસે લોન/ધીરાણ માટેની અરજી કરી શકશે. જી્લ્લાના જરૂરીયાતમંદ નાગરીકો કેમ્પમાં હાજર રહી લોન કે ધીરાણનો વધુમાં વધુ લાભ મેળવે અને તેમના તમામ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવે તે સાથે તમામ લોન ઇચ્છુકોને આ કેમ્પમાં ઉપસ્થિત મહિસાગર પોલીસ દ્વારા અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.

 

[wptube id="1252022"]
Back to top button