
છેતરપીંડી ના કેસમાં આરોપીઓ નો નિર્દોષ છુટકારો
વિજાપુર ની કોર્ટે આપ્યો ચુકાદો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નામદાર કોર્ટમાં અંડરટાઇલ ચાલેલા ગંભીર પ્રકારના કેસમાં જેમાં આરોપીઓ વિરુદ્ધ એકબીજાની મદદગારીથી ષડયંત્ર રચી અંદાજિત રૂપિયા એક કરોડ બાર લાખ ૬૦ હજાર પુરા ની ઠગાઈ છેતરપિંડી કરી સ્યોરિટી પેટે કઢાવેલ ઉપરોક્ત રકમ કઢાવી લીધેલ હોય એકબીજાની મદદ કરી ષડયંત્ર કાવતરું રચી અલગ અલગ જગ્યાએ ત્રણ માસ જેટલો સમય ગાંધી રાખી પિસ્તોલ ની અણીએ ફરિયાદીને તેમજ તેના પત્ની બાળકોને કેનેડા જવાના બહાના હેઠળ પૈસા પડાવી લીધેલ હોય તે મુજબની ફરિયાદના કામે આરોપો આરોપીઓ વિરુદ્ધ નામદાર અદાલતમાં ચાલી જતા રમેશભાઈ સોમાભાઈ પટેલ અને રાજેશકુમાર નટવરભાઈ પટેલ તરફે વકીલ કે જી પટેલ તેમજ વકીલ એસ કે પટેલ તેમજ પટેલ અમૃતભાઈ કાંતિભાઈ તરફે વકીલ કપિલ બ્રહ્મભટ્ટ હાજર રહી બંને કેસની કાર્યવાહી એક સાથે ચલાવી કેસના સમર્થનના મોટાભાગના સાક્ષીઓ તપાસી આરોપીઓ તરફે થયેલ દલીલો ગ્રાહ્ય રાખી નામદાર અદાલતે આરોપીઓને તેઓ ઉપર લાગેલ તોહમત માંથી શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે .





