LUNAWADAMAHISAGAR

મહીસાગર જીલ્લામાં પર્યાવરણ દિવસ નિમિત્તે આજ રોજ બાળવિકાસ તેમજ સખી વન સ્ટોપ દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જીલ્લામાં પર્યાવરણ દિવસ નિમિત્તે આજ રોજ તા.૦૫/૦૬/૨૦૨૩ના રોજ મહીલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ જિલ્લાના દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસની” ઉજવણી કરવામાં આવેલ. જેમાં જિલ્લાના ડીસ્ટ્રીક મિશન કો-ઓર્ડીનેટર,જેન્ડર સ્પેશિયાલિસ્ટ,અન્ય સ્ટાફ અને મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારી તેમજ સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્રના સંચાલક તેમજ OSCના અન્ય સ્ટાફ અને 181 મહિલા હેલ્પલાઇનનો સ્ટાફ અને પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર સાથે સંકલન કરી મહીસાગર જીલ્લાની દરકોલી તળાવની આંગણવાડી કેન્દ્ર અને OSC, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં વૃક્ષોનું મહત્વ સમજાવી વૃક્ષો દ્વારા પર્યાવરણની જાળવણી અને જાગૃતતા વિષેની માહિતી આપવામાં આવેલ છે. આમ “વિશ્વ પર્યાવરણ દિવસની” ઉજવણી કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button