
૨૨ ફેબુ્આરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ ના માર્ગદર્શન અનુસાર સરકારી આયુર્વેદ દવાખાનું વડાળી તા. ઉપલેટા, જી. રાજકોટ દ્વારા તા. ૨૨/૨/૨૦૨૩ ને બુધવારના રોજ સાજડિયાળી (તા. ઉપલેટા, જી. રાજકોટ)ગામની આંગણવાડી ખાતે આંગણવાડી ના બાળકોની આરોગ્ય તપાસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં વડાળી દવાખાનાના આયુર્વેદિક ડો. સમીર ગઢીયા દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરી બાળકોને તેમના વાલીઓ સાથે ખોરાક પોષણ અંગે માહિતી આપી બાલ રસાયન ગ્રેન્યુઅલ્સ જેવી આયુર્વેદિક દવાઓ આપવામાં આવી. આંગણવાડી માં કુલ ૧૨ લાભાર્થીઓ એ લાભ લીધો.
આ સાથે આયુર્વેદિક ડો. સમીર ગઢીયા દ્વારા ગામની શાળામાં આયુર્વેદિક દિનચર્યા ઋતુચર્યા -ખોરાક – પોષણ- આહાર -નિંદ્રા- કૃમિ -વ્યાયામ- વ્યસન મુક્તિ વગેરે અંગે માહિતીસભર વકતવ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૭૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
આ તમામ પ્રવત્તિમાં આરોગ્ય, આંગણવાડી અને શાળા ના તમામ સ્ટાફ નો પૂરતો સાથ સહકાર આપેલ હતો.








