
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રી અને શિક્ષણ મંત્રીએ ૧૫ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી
નવી એમ્બ્યુલન્સ મળવાથી નાગરિકોના આરોગ્યની સુવિધામાં વધારો થશે – શિક્ષણ મંત્રી

મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે આરોગ્યની વિશેષ સવલતો સુદ્ર્ઢ કરવા અર્થે ૧૫ માં નાણા પંચ યોજના, ૧૫% વિવેકાધીન યોજના (જનરલ), ૫૦ વિકાસશીલ તાલુકા જોગવાઈ, એ.ટી.વી.ટી. યોજના હેઠળ કુલ ૧૫૨.૫ લાખ રૂપિયાના બજેટમાં કુલ ૧૫ એમ્બ્યુલન્સનું મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં આરોગ્યને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે મહીસાગર જિલ્લાના તમામ તાલુકામાં ૧૫ નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી આ નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના વિસ્તારના ગામલોકોની આરોગ્યની સુવિધામાં વધારો થશે








