
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ મેર કરતા સમગ્ર જિલ્લા માં પાણી જ પાણી
રિપોર્ટર:- અમિન કોઠારી :- સંતરામપુર
વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લામાં મોડીરાત થી શરૂ કરીને વહેલી સવારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જિલ્લાના છ એ છ તાલુકામાં ખૂબ જ સારો વરસાદ પડી જવા પામ્યો છે ઠેક ઠેકાણે પાણી ભરવા પણ પામી ગયા છે..
વાત કરવામાં આવે તો
મહિસાગર જિલ્લાના વડુમથક લુણાવાડામાં ની મોટાભાગની સોસાયટીમાં અને નગરના નીચાણવાળા વિસ્તારમાં એકધારા વરસાદને કારણે પાણી ઘરોમાં ભરાઈ જવા પામ્યા છે
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ખૂબ જ પાણી પડતા વીરપુર ગામમાં આવેલ દરિયાઈ પીરની દરગાહમાં પણ પાણી વિશયાના અહેવાલો મળી રહ્યા છે
મો
સમગ્ર મહિસાગર જિલ્લામાં વરસાદના આંકડાઓની વાત કરવામાં આવે તો લુણાવાડામાં 10 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વિરપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડે છે અને બાલાસિનોર સંતરામપુર ખાનપુર અને કડાણામાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યા હોવાના વરસાદી આંકડા સરકારી ચોપડે નોંધાવવા આવ્યા છે.
અસહ્ય ગરમી, બફારો , ઉકળાટ થી ત્રાહિમામ પોકારી ઊઠેલા માનવ સાથે પશુ પક્ષીઓ , પ્રાણીઓને પણ સતત વરસી રહેલા વરસાદને કારણે રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા દવાખાનામાં અને ઘરોમાં બીમાર રહેતા દર્દીઓમાં ખુશહાલી જોવા મળે છે .
સીઝનનો સારો એવો વરસાદ પડતા ધરતીપુત્રો ખેતીમાં જોતરાઈ ગયા નું પણ જાણવા મળેલ છે.