LUNAWADAMAHISAGAR

નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર કાર્યક્રમમાં મહિસાગર વાસીઓને ઉપસ્થિત રહેવા

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર કાર્યક્રમમાં મહિસાગર વાસીઓને ઉપસ્થિત રહેવા

પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્યસુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડા પ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

જેના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા.૨૧/૦૬/૧૯ ના ઠરાવથી “ ગુજરાત રાજય યોગ બોર્ડ ” ની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખુબ જ મોટા પ્રમાણમાં અને સફળ રીતે કરવાનું હોય, IDY કાઉન્ટ ડાઉનના ભાગરૂપે લોકોમાં યોગ અંગેની જાગૃતતા આવે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાણકારી મળે અને તે થકી લોકો યોગ સાથે જોડાય અને યોગ કરતા થાય તે માટે તા.૨૮-૦૫-૨૦૨૩ના રોજ સવારના ૦૬-૦૦ થી ૦૮-૦૦ કલાક દરમિયાન ઈન્દીરા મેદાન કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં તમામ મહિસાગર વાસીઓને ઉપસ્થિત રહેવુ

[wptube id="1252022"]
Back to top button