
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જીલ્લાનો યુવા મહોત્સવ.2023 સરસ્વતી હાઇસ્કૂલ જોરપુરા ગામે રંગેચંગે યોજ્યો

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતા નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા શ્રી સરસ્વતી હાઇસ્કૂલ જોરપુરા મહીસાગર ખાતે જીલ્લા કક્ષાના યુવા મહોત્સવ ૨૦૨૩ યોજાયો જેમાં મહીસાગર જિલ્લાના વિવિધ ગામના મોટી સંખ્યામાં યુવાનોએ ૫ અલગ અલગ સ્પર્ધાઓ જેમ કે કલ્ચરલ, વકૃત્વ, ચિત્ર અને કવિતા સ્પર્ધા તેમજ મોબાઈલ ફોટોગ્રાફી માં ભાગ લીધો તેમજ આ ઉત્સવ માં વિવિધ સરકારી કચેરી જેમ કે જિલ્લા સમાજ સુરક્ષા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી, બેંક ઓફ બરોડા ની યોજનાઓ માટેના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન ડામોરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો તેમજ આ કાર્યક્રમમાં જીલ્લા કિસાન મોર્ચો પ્રમુખ,દિનેશભાઇ પટેલ. યુવા.સાંસ્કૃતિક કન્વીનર. સુરેશભાઈ પટેલ. કારોબારી અધ્યક્ષ ભવાનસિંહ પટેલીયા.પ્રમુખ જશુભાઈ પટેલ. વસંત.ઉપાધ્યાય.જીલ્લા કેબિનેટ ચેરમેન.સરસ્વતી હાઇસ્કૂલના આચાર્ય પંકજભાઈ. પટેલ,બી.એફ.પાદરિયા તેમજ નેહરુ યુવા કેન્દ્રના પંચમહાલ જિલ્લા યુથ ઓફિસર વિઠ્ઠલભાઈ ચોરમલે.મંડળ મંત્રી નટુભાઇ પટેલ.બેંક ઓફ બરોડા ડાયરેક્ટર વિશાલ અગ્રવાલ. મહિલા અને બાળ વિભાગ(DHEW) કો.ઓડીનેટર દીપિકાબેન.જી.ડોડીયાર.શાળા તમામ કર્મચારીઓ. ઉપસ્થિત રહ્યા. આ સમગ્ર કાર્યક્રમનું અંબાલાલ શર્માએ આયોજન તેમજ કાર્યક્રમ સફળ સંચાલન ઈન્દ્રવંદન પી.ગઢવી.શ્રી ડી.એમ.મહેતા કર્યું હતું. તેમજ વિવિધ પ્રકારની હરીફાઈમાં વિજેતાઓને રોકડ.રૂપિયા 23500 સુધી ઈનામ .ટ્રોફી.પ્રમાણપત્રો નેહરુ યુવા કેન્દ્ર ગોધરા જિલ્લા યુવા અધિકારી તેમજ મેહમાન વરદૃ હસ્તે એનાયત કર્યો હતા તેમજ હાર્દીક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા








