
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લા કિસાન માધ્યમિક શાળા ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લામાં કિસાન માધ્યમિક શાળા ખાતે આદિજાતિ વિકાસ,પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓ ચિંતા વગર પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ છે.કોઈ પણ વિદ્યાર્થી ટેન્શન મુક્ત બની પરીક્ષા આપે અને આગળ વધે તેવી શુભકામનાઓ મંત્રીએ આપી
કિસાન માધ્યમિક શાળા ખાતે કેબિનેટ મંત્રી ડો કુબેરભાઈ ડીંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રીનુ દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું








