LUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડેભારી ગામ ખાતે અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહિસાગર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડેભારી ગામ ખાતે અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો.

વિરપુર તાલુકાના ડેભારી ગામ ખાતે અંધશ્રદ્ધા કાર્યક્રમ યોજાયો હતો સમાજમા વ્યાપેલી અંધશ્રધ્ધા દુર થાય અને તે અંગે ગ્રામજનોમાં જાગ્રુતિ ફેલાય તે માટે નિરજા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને મહિસાગર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર લુણાવાડા દ્રારા અંધશ્રધ્ધા નિવારણ તથા લોકજાગ્રૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જાદુ અને વિજ્ઞાનના પ્રયોગો દ્વારા છેતરપિંડી અને ખોટા ચમત્કારોને ખુલ્લા પાડતા કાર્યક્રમને રજુ કરવામાં આવ્યો હતો ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, હાથ-માથા ઉપર દીવા રાખવા, ધૂણવું, જીભમાંથી આરપાર ત્રિશુલ નાખવું, મનગમતી મીઠાઈ ખવડાવવી, અગ્નિનું આપોઆપ સળગવું, ધર્મશ્રદ્ધાની આડમાં હાથચાલાકીના પ્રયોગોનું નિદર્શન કરી સ્થળ ઉપર

જગદીશભાઈ સુથાર દ્વારા અંધશ્રદ્ધા માટેના લગભગ 10 જેટલા ચમત્કારના પ્રયોગો બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ તેમણે લોકોને જણાવ્યુ કે આ પ્રયોગોમા કેમિસ્ટ્રિ રહેલી છે જેનાથી સમાજમાં રહેલા લુટારુઓ આવા પ્રયોગો બતાવી ભોળા લોકો પાસેથી પૈસા લુંટે છે તો સમાજમાં રહેલી આવી અંધશ્રદ્ધા દૂર કરવા લોકોને સલાહ આપી હતી. પ્રોગ્રામના અંતમાં ટ્રસ્ટના અધિકારી દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને શબ્દો વડે આભાર માનવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button