LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ

જિલ્લામાં કાર્યાન્વિત વિવિધ લોકોપયોગી યોજનાઓ ઝડપભેર-સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો સંબંધિતોને અનુરોધ  કરતા    – સાંસદ  જસવંતસિંહ ભાભોર

મહીસાગર જિલ્લા સેવા સદન લુણાવાડા ખાતે દાહોદ સાંસદ  જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા અને જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ,શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડીંડોર, પંચમહાલ સાંસદ  રતનસિંહ રાઠોડની સહઅધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સાંસદ શ્રી ભાભોરે જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમયમર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઇએ. તેમ જણાવી તેમણે આવાસ, સિંચાઇ, કૃષિ, અંતર્ગત થઇ રહેલી કામગીરી, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબત ચર્ચા-સમીક્ષા કરી હતી

આ બેઠકમાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીની યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય) મનરેગા, પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજનાની સમીક્ષા ( PMKVY ), પ્રધાનમંત્રી જન ધન યોજના, નગર પાલીકા લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોરની પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) સ્વચ્છ ભારત મિશન (અર્બન)ની સમીક્ષા તેમજ ડિઝીટલ ઈન્ડિયા પ્રોગામ, ૧૫મું નાણાપંચ કામો, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, મધ્યાહન ભોજન યોજના, સંકલિત જળસ્ત્રાવ વિકાસ એકમ, પાણી પુરવઠા (બાંધકામ) નેશનલ રૂરલ ડ્રીંકીંગ વોટર સપ્લાય કાર્યક્રમ, ડીઝીટલ ઈન્ડીયા લેન્ડ રેકર્ડસ આધુનિકીકરણ કાર્યક્રમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, (PMGSY) સંકલિત બાળ વિકાસ યોજના, સર્વ શિક્ષાઅભિયાન, જિલ્લા ખેતીવાડી યોજનાઓ, દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ્ય જ્યોતિ યોજના (DDUGJY) સામાજિક વનીકરણ, જિલ્લા રોજગાર કચેરી, ખાણ ખનિજ વિભાગ, પ્રાયોજના વહીવટદાર કચેરીની યોજનાઓની કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વિકાસના કામો ગુણવત્તાયુક્ત થાય તે જોવા પર ભાર મુકી તમામ કામો ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સુચવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button