
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
માનસિક અસ્વસ્થ મહિલા નું પરિવાર સાથે મિલન કરાવતી મહીસાગર જિલ્લા અભયમ ટીમ

એક જાગૃત નાગરીકે અભયમ મહિલા હેલપલાઇન માં કૉલ કરીને જણાવ્યું હતું કે એક બહેન (ઉંમર :૧૮ વર્ષ ) છે જેઓ માનસિક રીતે અસ્વસ્થ હોય તે બહેન હાલ બસ સ્ટેશન માં બેઠેલા છે જેમાં અમુક સક્સો બહેન ને અડપલાં કરવાની કોશિશ કરી રહ્યા છે તેથી તમારી મહિલા અભયમ ટીમ ની જરૂર છે
ત્યારબાદ અભયમ ની ટીમ સીન પર પહોંચી મહિલા નું કાઉન્સિલિંગ કરેલ અને અને અડપલાં કરનાર ને કાયદા નું ભાન કરાવેલ તેમજ અડપલાં કરનાર ને મહિલા સામે જ માફી મંગાવી ફરી વાર આવું નહિ કરે તેમ જણાવેલ ત્યારબાદ અભયમ ની ટીમ દ્વારા મહિલા નું તેના પરિવાર નો કોન્ટેક્ટ કરી મહિલા ને તેના ગરે તેના પરિવાર ને સહી સલામત સોપેલ હતી
[wptube id="1252022"]








