કાલોલ ખાતે દિવ્યાંગ નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા મતદાન બુથ સુધી પહોંચાડવા સુંદર વ્યવસ્થા કરાઈ

તારીખ ૦૭/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત આજરોજ મતદાન થઈ રહ્યું છે ત્યારે પંચમહાલ દ્વારા જિલ્લામાં એક પણ મતદાતા મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોની માંગણી પ્રમાણે તેઓને મતદાનબુથથી પીક ડ્રોપ તથા વ્હીલચેરની સુવિધા આપવામાં આવી રહી છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્રની આ સુવિધા ને દિવ્યાંગ મતદાતા બાબુભાઈ પ્રભાતભાઈ બારીયા સાથે તેમના પત્ની કોકીલાબેન બાબુભાઈ બારીયા દ્વારા સરાહના કરવામાં આવી હતી અને કાલોલ પ્રાથમિક કુમાર શાળા ખાતે મતદાન કરવા આવેલા બાબુભાઈ એ જણાવ્યું હતું કે આજરોજ અમે અહીં મતદાન કરવા આવ્યા છે ચુંટણીતંત્ર દ્વારા અમને ઘરેથી અહીં મતદાન મથક સુધી લાવવા લઈ જવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સુંદર વ્યવસ્થા ના કારણે અમે શાંતિથી મતદાન કરી શકાય છે.










