
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
માતા પુત્રના ઝગડામાં સમાધાન કરાવતી મહિસાગર 181 ટીમ

બાલાસિનોર તાલુકાના એક ગામની 48 વર્ષીય મહિલાએ પુત્રના ત્રાસથી કંટાળી 181 ટીમની મદદ માગી મહિલાએ 181 મહીલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે રાતે 12 વાગ્યાના અરસામાં પુત્રએ મારઝૂડ કરી ઘરમાંથી બહાર કાઢી મુક્યા છે તો મદદની જરૂર છે મહિસાગર 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલાને તથા પોતાની પુત્રવધુ ને દારૂ પીને માનસિક થતા શારીરિક ત્રાસ આપે છે તથા ઘરમાં જમવાનું પણ બનાવા દેતા નથી અને બધું સામાન પણ ફેંકી આપે છે અને સાસુ વહુ ને માર મારે છે તથા ખરાબ ગાળો બોલી અસભ્ય વર્તન કરે છે ઘરમાં કંઈ કામ કરતા નથી અને રાતના 12:00 વાગ્યાના ટાઈમે દારૂ પીને માતાને ખાટલો ઉપર ફેંકી મારઝૂડ કરી ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા તથા પુત્રવધુને પણ આવી હેરાન ગતિ કરે છે તેમ જણાવતા હતા આથી મહિલા ના પુત્ર સાથે વાતચીત કરી સમજાવ્યા કે આવી હેરાનગતિ પોતાની માતા તથા પત્ની સાથે કરવી નહીં તથા અપ શબ્દો કે ગાળો નો ઉલ્લેખ કરવો નહીં અને હાથ ઉપાડવો નહીં પોતાનો પરિવાર આપણને નફરત કરે તેવું કાર્ય કરવું નહીં તેમ સમજાવેલ તો આ વાતથી મહિલાના પુત્ર સંમત થયા અને હવે પછી હું આવું કાર્ય કરીશ નહીં અને માતા પાસે માફી માગી આથી મહિલા ને તથા તેમના પુત્ર વધુને કાયદાકીય પોલીસ સ્ટેશન ની માહિતી આપી તથા જણાવેલ કે જરૂર પડે કોઈપણ ટાઈમે 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લેવી મહિલાએ તથા તેમની પુત્રવધુએ મહિસાગર 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો








