
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
અસ્થિર મગજની વૃદ્ધાને આશ્રય ગૃહમાં આશરો અપાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી મહિસાગર 181 અભયમ ટીમ
મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે એક વૃદ્ધા અસ્થિર મગજના છે અને બંને પગે ચાલતું નથી તો તેમને તમારી મદદની જરૂર છે ત્યારબાદ મહીસાગર 181 ટીમ આપેલા એડ્રેસ પર પહોંચી જાગૃત નાગરિક સાથે વાતચીત કરી તો જણાવતા કે પાંચ વર્ષથી વૃદ્ધા અહીં ફરે છે પરંતુ એક મહિનાથી તેમને બંને પગે ચલાતુ નથી તથા તેમનું મગજ અસ્થિર છે આ વૃદ્ધા નું કાઉન્સેલિંગ કર્યું પરંતુ તેઓ પોતાનું એડ્રેસ જણાવતા ન હતા. પોતાનું નામ એટલું જ જણાવતા ચોક્કસ સરનામું બતાવતા ન હતા આથી તેમને લુણાવાડા આશ્રય ગૃહમાં આશરો અપાવેલ છે
[wptube id="1252022"]