
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
પતિએ રાતના એક વાગે દારૂ પીને આવીને પત્નીને ઘરની બહાર કાઢી મુકતા મહીસાગર 181 અભયમ વ્હારે આવી

એક થર્ડ પાર્ટી એ 181 પર ફોન કરીને જણાવ્યું કે મહિસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના એક ગામમાં એક બેન મળી આવ્યા છે તો તમારી મદદ ની જરૂર છે આથી મહિસાગર જિલ્લામાં લુણાવાડા 181 અભયમ મહીલા હેલ્પલાઇન ની ટિમ સ્થળ પર પહોંચી પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે દસ વર્ષ થી સાથે રહીએ છીએ અને ત્રણ બાળકો છે તેમના પતિ તેમને પિયરમાં પણ જવા દેતા નથી અને ફોન પર પણ વાત કરવા દેતા નથી રોજ દારૂ પીને આવીને માનસિક ત્રાસ આપે છે તથા મારઝૂડ કરે છે આથી મારાથી આ ત્રાસ સહન કરવાની હિંમત નથી અને આજે રાતે એક વાગે મને ઘરેથી કાઢી મૂકી છે તો હવે મારે મારા પતિ જોડે નથી રહેવું અને મારે સુરત પિયરમાં જવું છે તેવું જણાવતા પીડિત મહિલાને આશ્વાસન આપ્યું પોલીસ સ્ટેશન વિશે માહિતી આપી અને પોલીસ સ્ટેશનનું લખાણ લઈને પીડિત મહિલાને સુરક્ષિત જગ્યાએ આશરો અપાવ્યો આથી પીડિત મહિલાએ મહીસાગર 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.








