
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે આરોગ્ય સંબધિ સેવાઓની કામગીરીનું નીરીક્ષણ કર્યુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં આરોગ્ય સંબધિ સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જોખમી સગર્ભા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થતી કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત જોખમી સગર્ભા રજીસ્ટર, આર્યનશુક્રોઝ રજીસ્ટર, PMSMA રજીસ્ટર , એનાલાયટીક ડેસ્ક AFTER 32 ANC VISIT રજીસ્ટર તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાઇવેટ ડોક્ટરની હડતાળ બાબતે સરકારી સંસ્થામાં ઓપીડી વધુ સમય ચાલે તે બાબતે સૂચન કરવામાં આવ્યુ હતું. પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે સગર્ભા ટ્રેકીંગ માટે જે ગુગલ લીંક બનાવેલ છે ,તેમજ મોનીટરીંગ શીટ અને દરેક સગર્ભાનાં GPS LOCATION દ્વારા જે મુલાકાત થાય છે તે જોવામાં આવ્યુ હતું પ્રાઇવેટ સંસ્થા તથા લેબ દ્વારા વોટસએપ ગ્રુપ માધ્યમ થી સગર્ભાનુ ઝડ્પી ટ્રેકીંગ કઇ રીતે કરવામાં આવે છે તે પણ જોવામાં આવ્યુ તેમજ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે ડીલીવરી વધારવા સૂચન કરવામાં આવ્યુ હતું અત્રે ઉલ્લેખનીય છેકે Inj Iron SucroSe અને INj . FCM આપ્યા બાદ ૧ માસ બાદ ફોલોઅપ માં શું ફેરફાર જોવા મળેલ તે બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિસ્તૃત ચર્ચા કરવાં આવી હતી,
જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે ચાણસોલ વિસ્તારનાં ચાણસોલ ગામ તથા ડાલીસણા ગામનાં જોખમી સગર્ભા મહિલાની મુલાકાત લઇ આરોગ્ય સબંધિ સેવાઓની ચકાસણી કરી હતી. ડાલીસણા ગામના જોખમી સગર્ભા મહિલા દેવીપૂજક વનિતાબેન રોહીતભાઇ જેઓનુ ૦૫/૦૨/૨૩ નાં રોજ ૮ સપ્તાહ સર્ગભા દરમ્યાન પ્રાઇવેટ લેબ દ્વારા બ્લ્ડ ટેસ્ટ કરતાં ૩.૫ ટકા એચ બી આવેલ અને ફકત ૪ કલાકમાં આરોગ્ય નાં સ્ટાફ દ્વારા લાભાર્થીને ૧ બીટી ચઢાવડાવેલ અને કુલ ૩ બીટી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧ એફ સી એમ ચઢાવડાવી હાલમાં ૫ માસ સર્ગભા વખતે એચ બી ૭.૫ ટકા થયેલ હોઇ તે સગર્ભા માતા નાં ઘરે જઇ આરોગ્ય સેવા બાબતે ચકાસણી કરવામાં આવી હતી.ડાલીસણા ગામના આશાબહેન સાથે પણ મુલાકાત કરી આ સગર્ભા બહેન નુ ફોલોઅપ તમામ સ્તરે થાય , JSSK અંતર્ગત સોનોગ્રાફી થાય તેમજ આંગણવાડી સગર્ભા ને પૌષ્ટીક આહાર અપાય તે બાબતે ધ્યાન લેવા સૂચના ડીડીઓ દ્વારા આપવામાં આવી હતી. સગર્ભામાતાના પતિને પણ એનિમિયા બાબતે ગંભીરતા દર્શાવવવા તથા ન્યુટ્રીશન યુક્ત આહાર આપવા ડીડીઓશ્રી દ્વારા કાઉન્સલીંગ કરવામાં આવ્યુ હતું આ ઉપરાંત ચાણસોલ ગામે પીએનસી માતા રાજગોર ધર્મિષ્ઠાબેન સંજયકુમાર ની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં PNC VISIT , HBNC VISIT તેમજ બાળક નાં રસીકરણ બાબતે આરોગ્ય કર્મચારી દ્વારા સેવા બાબતે ચકાસણી કરી ખુબજ ઉપયોગી સલાહ સૂચન આપવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી સાથે થયેલ ચર્ચાનુસાર ટેકો સોફ્ટવેરમાં કરવા પાત્ર સુધારા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં વિવિધ સંબધિ ટેકનોલોજી બાબતે ચર્ચા કરવામાં આવી હતી





