LUNAWADAMAHISAGAR

મહિસાગર જીલ્લામાં ફૂડ પ્રોસેસીંગ સંલગ્ન નાના ઉદ્યોગ શરૂ કરવા સરકાર દ્વારા લોન સહાય આપવામાં આવશે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહિસાગર જીલ્લામાં ફૂડ પ્રોસેસીંગ સંલગ્ન નાના ઉદ્યોગ શરૂ કરવા સરકાર દ્વારા લોન સહાય આપવામાં આવશે

ભારત સરકારની ફૂડ મીનીસ્ટ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાન મંત્રી ફોર્માલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસીગ એન્ટરપ્રાઈઝ સ્કીમ (PMFME) અમલમાં છે. આ યોજના અંતર્ગત બેન્કમાંથી મંજુર થયેલ પ્રોજેક્ટ રકમની 35 % સબસીડી જે મહતમ રૂ. ૧૦ લાખની મર્યાદામાં મળી શકે છે. આ પોજેક્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ નિમણુંક કરેલ ડી.આર.પી. નો સંપર્ક કરી રજુ કરી શકાશે.

પ્રોજેક્ટ બનાવવાથી માંડી ઓનલાઈન રજુ કરવા સુધી દરેક બાબતે મદદ કરવા સરકાર દ્વારા જીલ્લા કક્ષાએ ડી.આર.પી.  પાર્થ પટેલ (વિષય તજક્ષ, મો.ન.૯૭૧૨૨૩૩૮૪૮) રાખવામાં આવ્યા છે. સરકારની આ યોજનાનો લાભ લઇ હાલ ચાલી રહેલ મૂલ્યવર્ધનના ઉઘોગને વધારી પણ શકો અને નવા ઉઘોગ સાહસિકો પોતાનો નવો ઉઘોગ ચાલુ પણ કરી શકે.

આવા નાના ફૂડ પ્રોસેસીંગ ઉઘોગો જેવા કે અથાણું, મરી મસાલા, બેકરી ,પાપડ,ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ કેન્ડી ,વગેરે ઉભા થવાથી ફળ- શાકભાજીનો બગાડ અટકી શકે અને ખેડૂતોને વધારે પોષણક્ષમ ભાવો અપાવી શકીએ.મહીસાગર જીલ્લાના ઉઘોગ સાહસિકોએ આ યોજનાનો લાભ લેવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી લુણાવાડા નો કચેરીસમય દરમ્યાન સપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button