LUNAWADAMAHISAGAR

૨૧ જૂન વિશ્વ યોગ દિવસ મહીસાગર જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

૨૧ જૂન વિશ્વ યોગ દિવસ

મહીસાગર જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

મહીસાગર જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરની વિશેષ ઉપસ્થિતમાં યોજાશે

વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહીસાગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરએ સબંધિત વિભાગોને સ્ટેજ, મંડપ, મેડિકલ વ્યવસ્થા, સાફ સફાઈ, પીવાનું પાણી, સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઈવ સ્ક્રીન વગેરેની વ્યવસ્થા કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ આ કાર્યક્રમમાં લોકો વધુને વધુ સહભાગી બને તે માટે યોગ્ય કામગીરી કરવા પણ અધિકારીએજણાવ્યું હતું.

મહીસાગર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાશે.આ ઉપરાંત લુણાવાડા તેમજ તાલુકામાં તાલુકા કક્ષાએ અને નગરપાલિકાઓમાં નગરપાલિકા કક્ષાએ ઉજવણી કરવામાં આવનાર છે.

[wptube id="1252022"]
Back to top button