
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહિસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના ગામમાં આધેડ વયના સગા કાકા નરાધમે જ મહિલાની ઈજ્જત લૂંટી હતી

મહીસાગર 181 ટીમ ડયૂટી પર હાજર હતી ત્યારે એક 29 વર્ષીય પિડીત મહિલાએ 181 ટીમની મદદ માગી હતી મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના એક જંગલ વિસ્તાર માં 181 ટીમ ઘટના સ્થળે પહોંચીને મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું છે મહિલા તથા તેમના પતિ અને અન્ય પુરુષો અમદાવાદથી ખાનપુર તાલુકાના ગામડામાં જંગલ વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવા આવ્યા હતા મહિલા બધા માણસોનું જમવાનું બનાવવામાં મદદ કરતા હતા એક દિવસ મહિલાના પતિ બીમાર પડ્યા હતા ત્યારે એક દીવસ મહિલા તેમના કાકા સાથે જંગલમાં લાકડા વીણવા માટે ગયા હતા ત્યારે નરાધમ કાકાએ મહિલાનો એકલતા નો લાભ લઈ મહિલાની છેડતી કરી તથા ઇજ્જત લૂંટવાની કોશિષ કરી તો મહિલાએ બૂમાબૂમ પાડી હતી આથી નરાધમ કાકા ત્યાંથી નાસી છૂટયા હતા બાદમાં મહિલાના પતિ એ મહિલાને તે પૂછપરછ કરી ત્યારે મહિલાના પતિ ને ખબર પડી હતી મહિલાના કાકા સાથે વાતચીત સમજાવ્યા તથા મહિલા ને કાયદાકીય માહિતી આપી તથા સમજાવી કે હવે પછી એકલા પુરુષ સાથે જવું નહીં અને ધ્યાન રાખવું. આવો કોઈ બનાવ બને તે પહેલા 181 ટીમ અથવા પોલીસ ની લેવી તેમ સમજાવેલ અને તેમને બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવી હતી અને આગળ ની કાર્યવાહી બાકોર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે








