
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
ખેતરમાં ગયેલી સગીરાને ત્રણ સગીર વયના યુવકો દ્વારા છેડતી કરવામાં આવી

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં એક 17 વર્ષીય સગીરાની ત્રણ સગીર યુવકો દ્વારા છેડતી કરવામાં આવી છે તેઓ મહીસાગર 181 ટીમને કોલ મળ્યો હતો
મહીસાગર જિલ્લામાં ડ્યુટી પર હાજર 181 ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને સગીરાનુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેઓ સાંજ ના 5 વાગે ખેતરમાંથી ઘાસ લઈને આવતા હતા ત્યાં ફળિયાના ત્રણ યુવકો આવ્યા અને તે પીધેલી હાલતમાં હતા સગીરાનો હાથ પકડીને ઘસડીને ખેતરમાં લઈ જતા હતા તથા સગીરાને મારઝૂડ પણ કરી હતી અસભ્ય વર્તન કરતાં તથા શરમજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેવા સમયે સગીરાનો નાનો ભાઈ સ્કૂલેથી ઘરે આવતો ત્યારે સગીરા પર નજર પડી તો સગીરાને બચાવવા આવ્યા તો તેમની સાથે પણ મારઝૂડ કરી હતી પછી સગીરાના કાકા નોકરીથી ઘરે આવતા આ ઘટના જોતા સગીરા તથા તેમના ભાઈનો બચાવ કર્યો હતો અને ત્રણ યુવકો ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ વાત સાંભળી સગીરાની આશ્વાસન આપ્યું સગીરા રડી રહી હતી તો તેમને શાંત પાડી તેમને કાયદાકીય માહિતી આપી હતી તથા સગીરાને ન્યાય મળે તે હેતુથી સગીરાને બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવી અને ફરિયાદના આધારે યુવકો પર પોસ્કો નો ગુનો દાખલ કરેલ અને બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ. ર.નં 11187002230082/2023 ઈ.પી.કો કલમ 354 (ક) (ઘ) તથા પૉસ્કો એક્ટ હેઠળ 8,12 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.








