વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
બાગાયતદારોને જાણવા જોગ
હાઈબ્રીડ શાકભાજી પાકોની ખેતી માટે વિનામૂલ્યે કીટ્સ અપાશે
સરકાર દ્વારા રાજ્યના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલી બનાવવામાં આવી છે. જે અન્વયે મહીસાગર જીલ્લાના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂત ખાતેદારો કે જેઓ હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરતાં હોય તેમના માટે વર્ષ ૨૦૨૩-૨૪માં સરકાર દ્વારા વિનામૂલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઈનપુટ કીટ્સ આપવા સહાય આપવાની યોજના અમલમાં છે
આ યોજના હેઠળ હાઇબ્રીડ શાકભાજી બિયારણના ઈનપુટ કિટનો લાભ લેવા માંગતા જીલ્લાના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોએ તેમની ૭/૧૨, ૮-અ અને આધારકાર્ડની નકલ તથા જાતિ અંગેના સક્ષમ અધિકારીના દાખલાની નકલ સાથે મહીસાગર જીલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી,લુણાવાડા એ તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.
હાઇબ્રીડ શાકભાજી બિયારણની ઈનપુટ કીટનો લાભ લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપવાનો હોવાથી ખેડૂતોને વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે